Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Thursday, May 27, 2010

Facebook | Harshad Brahmbhatt

Facebook | Harshad Brahmbhattબક્ષીસાહેબ લખે છે,”વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો-બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ ફેલાતો જાય છે.પતિ અને પત્ની હોય,દીકરી પરણી ગઇ હોય,દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમા હોય,અથવા બંને વિદેશમા રહેતા હોય.રંગી ફોટાઓ જોયા કરવાના,પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનુ.દસ-અગ્યાર કલાક ઘડિયાળને પાછળ મુકીને,અને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું..આ સ્થિતિ બેકલતાની છે.બે વ્યકિતઓની એકલતા,સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી.સંતાનો એમની સુખની દિશામાં ઉડી ગયા છે એટલે ૫૦૦ ફીટનો ફલેટ,૭૫૦ ફીટનો બની ગયો છે.ધીરે ધીરે સમવયસ્ક મિત્રો,પરિચિતો,સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે.”

No comments: